અમરેલી જિલ્લામાં ૩ લોકોના ઝેરી દવા પીવાથી મોત થયા હતા. સાવરકુંડલામાં રહેતા હાજીશાહ હશનશાહ ફકીર (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, અરશદભાઈ હાજીશાહ ફકીર (ઉ.વ.૨૨)એ પોતાના રહેણાંક મકાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બાબરામાં રહેતા હરેશભાઈ રામજીભાઈ મેવાડા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા પ્રમાણે, અરવિંદભાઈ રામજીભાઈ મેવાડા (ઉ.વ.૪૭)ને નશો કરવાની ટેવ હતી. એક મહિનાથી ટેવ મૂકી દીધી હતી અને ઘરે સુનમુન બેસી રહેતા હતા. જેથી મનમાં લાગી આવતા પોતાની મેળે અનાજમાં નાખવાના ટીકડા પી’ જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. ધારીના ભાડેર ગામે રહેતા હંસાબેન નાજાભાઈ સાગઠીયા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, અશોકભાઈ નાજાભાઈ સાગઠીયાને બે મહિનાથી કોઈ કામ ધંધો મળતો નહતો. જેથી આર્થિક સંકડામણથી કંટાળીને પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એસ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.