ધારીના ઝર નજીક આવેલ પાણીનાં સમ્પમાં ગઈકાલે રાત્રીના સમયે દીપડો ઘૂસી આવતા અફડા-તફડી મચી જવા પામી હતી. વનતંત્રને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને સમ્પમાંથી બહાર કાઢવામાં આવેલ હતો. આ બનાવમાં જાણવા મળતી વિગત ગીર પૂર્વ વન વિભાગ ધારીના ઝર નજીક આવેલ ગામડાઓમાં પીવાનું પાણી પુરૂ પાડતા એક પાણીના સમ્પમાં ગઈકાલે રાત્રીના સમયે એક ૧ર વર્ષની ઉંમરનો દીપડો ઘૂસી જતા અફડાતફડી મચી જવા પામી હતી. વનતંત્રને જાણ કરતા વન વિભાગે દીપડાનું રેસ્કયુ કરી આજે વહેલી સવારે ૮.૧પ કલાકે સમ્પમાંથી બહાર કાઢ્યો હતો. દીપડો સહીસલામત રીતે સમ્પમાંથી બહાર નીકળતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.