ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.આર. વસૈયા દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક આગામી ભીમ અગિયારસ અને બકરી ઈદના તહેવારોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. આ પ્રસંગે ચલાલા શહેરના રાજકીય, સામાજિક, અને વેપારી અગ્રણીઓ, તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પી.આઈ. જી.આર. વસૈયાએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા આ બેઠક મહત્વપૂર્ણ છે. આ બેઠકનો ઉદ્દેશ્ય તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વિવિધ સમાજો વચ્ચે સુમેળ સાધવાનો હતો.