ધારી તાલુકાના દુધાળા ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જે.વી.કાકડીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, માર્કેટિંગ યાર્ડના સદસ્ય ખોડાભાઈ ભુવા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા, તાલુકા પંચાયતના સદસ્ય જયસુખભાઇ જ્યાણી, રાજસ્થળી ગામના સરપંચ પ્રવીણભાઈ હીરપરા, બાબુભાઈ નાથાણી, પરેશભાઈ બાળધા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.