ધારી ચલાલા રોડ પર સરકારી કારની ટક્કરથી એક પુરુષ ઘાયલ થયો હતો. જેને લઈ બગસરાના ગોકુલપરામાં રહેતા જયેશભાઈ હસુભાઈ દેસાઈ (ઉ.વ.૫૦)એ સરકારી કાર નંબર જીજે-૧૪-જીએ-૧૨૬૧ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાના હવાલા વાળી ટાટા સુમો જેવી સફેદ કલરની સરકારી ગાડી રજી.નં.ય્ત્ન-૧૪-ય્છ-૧૨૬૧ ની પુરઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આવી આ કામના સાહેદ રીક્ષાના ચાલક જગાભાઇ રબારીની ભાર રીક્ષા નં.ય્ત્ન-૧૪-ઉ-૬૪૫૫ સાથે ભટકાડી ઇજાપામનાર/સાહેદ ફરીયાદીના પિતાને જમણો પગ ગોઠણથી નીચેથી ભાંગી નાખી ગંભીર ઇજા કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ કે મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































