ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દલિત મહિલા આગેવાન કિરણબેન વાળાનો સતત ચોથી ટર્મમાં સભ્ય તરીકે વિજય થતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કિરણબેન સંજયભાઇ વાળાએ વોર્ડ નં. ૧૩માં સભ્ય પદે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમનો જંગી બહુમતીથી વિજય થયો છે. આ વિજય બદલ આગેવાનો દ્વારા તેમની જીતને આવકારી અભિનંદન સહ શુભેચ્છા પાઠવાઇ હતી.