ધારી ગીરના વીરપુર ગામેથી દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યો છે. વીરપુરમાં આંટાફેરા કરતા આ દીપડાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ લોકોને ઈજાઓ કરે તે પહેલા દીપડાને પકડવાની માગણી કરી હતી. આથી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો પકડાઈ જતા વીરપુર પંથકના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.







































