ધારીમાં ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ અંગેનો કેમ્પ યોજાયો હતો. શહેરના કોળીપા શેરી ખાતે રાત્રિના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને કાર્ડ કઢાવવા માટે હેરાન ન થવું પડે તે માટે ગાયત્રી ફાઉન્ડેશનના હિતેષભાઈ જાષી, ભરતભાઈ શેઠ, ભરતભાઈ પરમાર, ડો. વરૂણભાઈ દેવમુરારી, રાજેશભાઈ વાઘેલા, વિજયભાઈ સોલંકી, રિધ્ધેશભાઈ જાષી, કૌશિકભાઈ વ્યાસ, વિજયભાઈ જાષી, અશ્વિનભાઈ ગજેરા, ઉદયભાઈ ચોલેરા હાજર રહ્યાં હતા. આ કેમ્પનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.