ધારીના ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન માટે અનેક લોકો આવતા હોય છે. નવા ખીજડીયા ગામનો એક યુવક અહીં માતાજીના દર્શન માટે આવ્યો હતો ત્યારે તેનો મોબાઈલ ચોરાયો હતો.અભિષેકભાઈ વિઠ્ઠલભાઈ પરમાર (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તે ધારી ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. તે સમયે તેમનો ૧૦,૯૯૯ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અજાણ્યો ચોર ઇસમ ચોરીને ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































