ધારી ગીર પૂર્વની સરસિયા રેન્જ હેઠળ આવતા ધારી બીટમાં ખોડિયાર ડેમમા સિંહનો કોહવાઇ ગયેલો
મૃતદેહ પડ્‌યો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. વનવિભાગનો સ્ટાફ અહીં ફેરણું કરી રહ્યો હતો ત્યારે પાણીમા સિંહનો મૃતદેહ નજરે પડ્‌યો હતો. સિંહના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાયું હતું. અને વિસેરા જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા હતા.
જાકે સિંહનું મોત ક્યાં કારણોસર થયું છે તે હજી જાણવા મળ્યું નથી. સિંહના મોતના કારણે સિંહ પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.