વન વિભાગની ફોરેસ્ટર ભરતી પ્રક્રિયામાં અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. ધારી તાલુકાના ૩૦થી ૩૫ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ રજૂ કરી છે. વિદ્યાર્થીઓની મુખ્ય માગણી છે કે, પસંદ થયેલા ઉમેદવારોના માર્ક્સની ટકાવારી જાહેર કરવામાં આવે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CBRT (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) પદ્ધતિ બંધ કરવામાં આવે. દરેક ઉમેદવારના નામ સાથે તેમની ટકાવારી જોડવામાં આવે. નોર્મલાઈઝેશન મેથડ પહેલાંના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે. ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે CBRT પદ્ધતિ નિષ્ફળ સાબિત થઈ છે અને તેનાથી મહેનતુ વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. તેમણે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ પારદર્શક પ્રક્રિયાની માંગ કરી છે.