ધારી તાલુકા પંચાયત ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના ૬પમા પરિનિર્વાણ દિન નિમિત્તે શાંતિલાલ પરમાર, ભરતભાઇ મકવાણા, હિંમતભાઇ ખેતરીયા, હિંમતભાઇ દાફડા, સવજીભાઇ પરમાર, પ્રવિણભાઇ દાફડા, જીતુભાઇ વાણીયા, વિનુભાઇ દાફડા, વિપુલભાઇ માધડ, સુરેશભાઇ બોરીચા, સંજયભાઇ વાળા સહિતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઇ સરવૈયાની ચેમ્બરમાં ડો. બાબાસાહેબની તસવીરને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આગામી ડો. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉત્સવ ઉજવવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.