જિલ્લા કિસાન મોરચા દ્વારા ધારી મુકામે ધરતી માતાનું પૂજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કિસાન મોરચા મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, ધારી તાલુકા ભાજપ અગ્રણી જીતુભાઈ સાવલિયા, ધારી સાધુ સમાજ અગ્રણી જીગ્નેશગીરી ગોસાઈ, ધારી તાલુકા કિસાન મોરચા મહામંત્રી વિજયભાઈ સાવલિયા, ધારી કિસાન અગ્રણી બાબુભાઈ દુધાત તથા જિલ્લા સોશિયલ મીડિયાના ધર્મેન્દ્રભાઈ લહેરૂ સૌ સાથે મળી ધરતી માતાનું પૂજન અર્ચન કરેલ હતું.