પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલીમ ઘટક હેઠળ ધારી અને ખાંભા તાલુકાના ખેડૂત મહિલા
માટે કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રીદિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
આ તાલીમમાં ખેડૂત મહિલાઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, રસાયણમુક્ત ખેતી, ભવિષ્યના વિવિધ ખેતીલક્ષી લાભ સહિતના વિષયોને આવરી લઇ માહિતી આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગૃપને પ્રાકૃતિક
કૃષિ માટે જરૂરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વિગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરૂરી માળખાકિય સુવિધા માટે સહાય યોજના અમલી છે.
ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ધારી અને ખાંભાની ખેડૂત મહિલાઓને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી.