ધારી વકીલ મંડળમાં સતત ૯મી વખત વનરાજભાઈ વાળાની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતા ધારી કોર્ટ ખાતે વનરાજભાઈ દ્વારા કોર્ટ સ્ટાફની ફ્રેન્ડલી મેચ તથા જમણવારનું આયોજન કરાયું હતું. જેમાં સિનિયર વકીલ દિલીપભાઈ મુછાળાએ વનરાજભાઈનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વકીલો અને કોર્ટ સ્ટાફ સહિતની યોજાયેલ ફ્રેન્ડલી મેચ કાર્યક્રમમાં વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચને અમરેલીના સિનિયર વકીલ ઉદયનભાઈ ત્રિવેદી દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી. આ તકે ધારીના એડી.સેસન્સ જજ કે.એસ. પટેલ, ચીફ.જ્યુ.મેજી.જજ એન.પી.રાડીયા સહિત તમામ સિનિયર-જૂનિયર વકીલો અને કોર્ટ સ્ટાફ હાજર રહ્યા હતા.