ધારી તાલુકાના વીરપુર ગામના આમ આદમી પાર્ટીનાં કાર્યકર સાથે ધારી તાલુકા પંચાયતના સદસ્ય અને અનેક સહકારી સંસ્થાઓમાં હોદ્દા ઉપર જોડાયેલા એવા નીલેશભાઈ (રાજુભાઈ) તેરૈયા રાજીખુશીથી ભાજપમાં જોડાયા છે.
આ તકે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડિયા, મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઈ કોટડીયા, મનસુખભાઈ ભુવા, જિલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઈ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં વિધિવત કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.