દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજયોમાંથી સિંહ દર્શન કરવા આંબરડી સફારી પાર્કમાં ઉમટી પડ્‌યાં છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સાસણ, અમરેલી અને પોરબંદરમાં સિંહ દર્શન કરી રહ્યાં છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ ઉમટી પડ્‌યા છે અને સિંહ દર્શન કરી રહ્યાં છે. પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, “આંબરડી સફારી પાર્ક ૩૬૫ હેક્ટર વિસ્તારમાં આવેલ છે. આ સફારી પાર્કમાં સિંહ, દીપડો, ચિત્તલ, ચિંકારા, સાબર, નીલગાય, કાળિયાર, જરખ, અજગર તેમજ અન્ય પ્રજાતિના સરીસૃપ જોવા મળે છે. શિયાળામાં ઋતુ પ્રવાસી પક્ષીઓ પણ આવે છે. સાથે જ સ્થાનિક પક્ષીઓ અહીં જોવા મળે છે.” દિવાળીના વેકેશન દરમિયાન સિંહ દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આંબરડી સફારી પાર્ક પહોચ્યા હતા. તા.૩૧થી તા.૧પ સુધીમાં કુલ ૩૦ હજાર જેટલા પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી. માત્ર ૧૬ દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓના આગમનથી રૂ. પ૭ લાખની આવક થઈ છે. જા કે હજુ આજે વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી પ્રવાસીઓનો ધસારો જાવા મળશે. આંબરડી સફારી પાર્કની બાજુમાં ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

 

ગળધરા ખોડિયાર મંદિરે પણ પ્રવાસીઓનો ધસારો
ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લેવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જા કે આંબરડી સફારી પાર્કની બાજુમાં આવેલ પવિત્ર યાત્રાધામ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે પણ પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ખોડિયાર ડેમનો નજારો જાવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. દિવાળીના પર્વમાં પ્રવાસીઓની સંખ્યા વધતા રિસોર્ટમાં પણ પ્રવાસીઓએ રોકાણ કરતા ધંધા-રોજગારમાં તેજીનો માહોલ જાવા મળ્યો હતો.