અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ દિનપ્રતિદિન વધી રહી છે. ધારી તાલુકામાં અલગ અલગ જગ્યાએ ચાલતી રેતી ચોરી અંગે મળેલી ફરિયાદનાં આધારે મામલતદાર તથા તેની ટીમ દ્વારા ફિલ્મી ઢબે વાહનોનો પીછો કરી ડાંગાવદર ગામેથી ત્રણ ટ્રેકટરો, ડમ્પર સહિત અંદાજે ૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જયારે બે ટ્રેકટર ચાલકો ભાગી ગયા હતા. ખાંભા તાલુકાના કંટાળા ગામ નજીક રોયલ્ટી ભર્યા વગર બેલા ભરેલા ત્રણ ટ્રેકટર નીકળતા ખાંભા મામલતદારની ટીમ દ્વારા સીઝ કરી રૂ. ૧૦.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે અમરેલી ખાણખનીજ વિભાગને વધુ તપાસ સોંપવામાં આવી છે.