બજરંગ ગ્રુપ દ્વારા તા. ૧૧/૦૮/૨૦૨૪ ને રવિવારના રોજ જી.એન. દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનું ધારાસભ્ય જે.વી.કાકડિયાના વરદહસ્તે દિપ પ્રગટ્ય કરી ઉદઘાટન સવારે ૯/૦૦ કલાકે કરવામાં આવશે. અને બપોરે ૨/૦૦ કલાક સુધી કેમ્પ ચાલશે. આ કેમ્પમાં શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે જેવા કે કાન, નાક, ગળા, પેટના ઓપરેશન, કિડની તથા પેશાબની પથરીના ઓપરેશન, હાડકાના ઓપરેશન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરી આપવામાં આવશે. તો જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા અને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.