ધારીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પીધી હતી. તુષારભાઇ મનિષભાઇ ઇટોલીયા (ઉ.વ.૨૨)એ મહિપતભાઇ વાળા રહે.લાખાપાદર, ગૌતમભાઇ મકવાણા, અનિરૂધ્ધભાઇ વાળા તથા ઉદયભાઇ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને ગેરકાયજે ઉંચા વ્યાજે પૈસા આપી વ્યાજના નાણા મેળવવા માટે અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી વ્યાજના પૈસા આપવા ધમકી આપતા હતા. જેથી તેઓ ઝેરી દવા પી ગયા હતા. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.