ધારીના નવી વસાહત અને ખાડિયા વિસ્તારમાં PGVCL દ્વારા વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ટીમે ૭૦ કનેક્શનોની તપાસ કરી હતી, જેમાંથી ૧૮ કનેક્શનમાં વીજચોરી અને ગેરરીતિઓ મળી આવી હતી. વીજચોરી કરનારા ગ્રાહકોને રૂ.૬.૭૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે વીજચોરી કરનારાઓમાં ભય ફેલાયો છે. આ કાર્યવાહીનો હેતુ વીજચોરી અટકાવવાનો અને કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના ચેકિંગ ચાલુ રહેશે તેમ ઁય્ફઝ્રન્ દ્વારા જણાવવામાં આવ્યું છે.