ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈના નેતૃત્વમાં આજે શહેરમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન વાહનચાલકો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનના આવશ્યક દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન લાયસન્સ વગર વાહન ચલાવતા, જરૂરી દસ્તાવેજો ન ધરાવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.