ધારીના પ્રેમપરા ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ધો.૧૦થી ૧રના વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી શૈક્ષણિક કિટ આપી સન્માન કર્યુ હતું. તેમજ સાક્ષરતા અભિયાન પ્રાપ્ત કરેલ સંગીતાબેન સરવૈયાનું પણ શૈક્ષણિક કિટ આપી સન્માન કર્યુ હતું. કુલ ૧૦ર જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વરિષ્ઠ અગ્રણીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે ટ્રસ્ટ કમિટીના પ્રમુખ મહેન્દ્રભાઈ ગોંડલીયા, ધનજીભાઈ ગોંડલીયા, મહેશભાઈ ધંધુકીયા, બાલુભાઈ સરવૈયા, સુરેશભાઈ દેવગાણીયા, જયેશભાઈ રૂડકીયા, રમેશભાઈ જીકાદ્રા સહિતના સમાજ અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.