ધારી શહેરમાં વકીલને ધમકી આપવામાં આવી હતી અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ધારીમાં રહેતા અને વકીલાતનો ધંધો કરતાં રવિભાઈ ભરતભાઈ જોષી (ઉ.વ.૩૫)એ હિતેષભાઇ ગૌરીશંકરભાઇ મહેતા, ગૌરીશંકરભાઇ ખોડાભાઇ મહેતા, જયઓમ હિતેષભાઇ મહેતા, ઋષિકભાઇ પરેશભાઇ મહેતા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વકીલ હોય અને ધારી નામદાર કોર્ટ ખાતે તેઓના અસીલોના કેસ બાબતે રજૂઆત કરવા સારૂ જાડેજા મેડમની કોર્ટ રૂમની અંદર જતા હતા તે દરમિયાન લોબીમાં પહોચતા હિતેષભાઈ અને ગૌરીશંકરભાઈએ તેમને કોર્ટ બહાર નીકળ ત્યારે ટાળી દેવો છે તેવી ધમકી આપતાં તેઓ ત્યાંથી ચાલતા થઈ ગયા હતા. જે બાદ જયઓમ અને ઋષીકભાઈએ તેમની સામે કતરાઇને ઇશારા કરી નુકસાન પહોચાડવા નજીક આવવા પ્રયત્ન કરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. જયઓમ મહેતાએ તું કોર્ટની બહાર નીકળ એટલે પાડી દેવો છે અને ઋષીકભાઈએ બહાર નીકળ એટલે તારી ઘેટી પીલી નાખવી છે તેવી ધમકી આપી હતી. જે બાદ જયઓમ હિતેષકુમાર મહેતા (ઉ.વ.૨૧)એ એડવોકેટ રવિ ભરતભાઈ જોષી સામે ફરિયાદ નોધાવી હતી કે, તેઓ તથા સાહેદો ધારી નામદાર કોર્ટ ખાતે મુદતે આવ્યા હતા અને ધારી એડીશ્નલ ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ જાડેજા મેડમની કોર્ટ રૂમની બહાર લોબીમાં બેઠા હતા તે દરમિયાન આરોપીએ બહાર નીકળી તેમની સામે જોઇ હાથ ચીંધી બીભત્સ ગાળો આપી તેમજ તમે બહાર નીકળો એટલે મારી નાંખવા છે તેવી ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા