ધારીમાં ઇસ્ત્રીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ સોનાની ત્રણ વીંટી પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું. ધારીમાં લોન્ડ્રીમેન રાજેશભાઈ વાઘેલાએ થેલીમાંથી કપડા સાથે સોનાની ત્રણ વીંટી નિકળતા મુળ માલિક જીતુભાઈ જયસ્વાલને આ બાબતની જાણ કરી કિં.રૂ.પ૦ હજારની ત્રણ વીંટી પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું.