બગસરાના નટવરનગરમાં રહેતી એક યુવતીના લગ્ન ૪ મહિના પહેલા થયા હતા. જે બાદ સાસરિયા કરિયાવર મુદ્દે મેણાટોણા મારી, ગાળો બોલી ઢીકાપાટુ મારતા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ખુશ્બુબેન મુસ્તુફાભાઈ ઈસુબજી (ઉ.વ.૨૮)એ ધારીમાં રહેતા અમીનાબેન મનહરખાન ઈસુબજી, મનહરખાન ઈસુબજી, મુસ્તુફાભાઈ મનહરખાન ઈસુબજી, નવાઝ મનહરખાન ઈસુબજી, સમીરાબેન મનહરખાન ઈસુબજી તથા શહેનાઝબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્નના આશરે ચારેક મહિના પછી સાસરિયાઓએ કામકાજ બાબતે તેમજ કરિયાવર બાબતે અવાર-નવાર મેણાટોણા મારીને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.