ધારીમાં એક પરિણીતાને તેના પિયર સાથે સંબંધ ન રાખવા મુદ્દે જેઠે ગાળો આપી લાકડા વડે ફટકારી હતી. ઉપરાંત માવતરને ત્યાં નહીં જવા બાબતે મેણાંટોણાં માર્યા હતા. આ અંગે હાલ વડીયાના સનાળી ગામે રહેતા આશાબેન સુરેશભાઈ વાડદોરીયા (ઉ.વ.૩૦)એ ઢોલાભાઈ ભકુભાઈ વાડદોરીયા, ચતુરભાઈ ભકુભાઈ વાડદોરીયા તથા પરેશભાઈ ચતુરભાઈ વાડદોરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે તેમને તેના માવતરને ત્યાં સંબંધ ન રાખવા અને માવતરને ત્યાં નહીં જવાનું કહીને જેઠ ઢોલાભાઈ તથા ચતુરભાઈએ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી વાંસાના ભાગે મુંઢ ઇજા કરી હતી. પરેશભાઈએ પથ્થરના છુટા ઘા કરી, ઇજા પહોંચાડી માવતરને ત્યાં નહીં જવા બાબતે મેણાંટોણાં મારી અવાર-નવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.