પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત લોકોને કોઈ ગેરસમજ ઊભી ન થાય તેમ જ સુનિશ્ચિત મતદારયાદી બને તે માટે પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારી તાલુકાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા. મિટિંગમાં એસ.આર.આઈ.એફ. અંતર્ગત મતદાર સુધારણા કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.આ પત્રકાર મિટિંગમાં ટીનુભાઈ લલીયા, સંજયભાઈ વાળા, મેહુલભાઈ ત્રિવેદી, પ્રતાપભાઈ વાળા, બરકતભાઈ ચાવડા, જયેશભાઈ જેઠવા સહિતના તમામ પત્રકારોએ ખાસ હાજરી આપી હતી.










































