ધારીમાં મજાક મજાકમાં થયેલી ગાળાગાળી બબાલમાં પરિણમી હતી. વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.અકરમભાઈ ઉમરભાઈ સંઘાર (ઉ.વ.૨૬એ આદીલભાઈ કાદરભાઈ બોઘાણી, અમનભાઈ કાદરભાઈ બોઘાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે દોઢેક વર્ષ પહેલા આદીલભાઈને મજાક મજાકમાં ગાળા ગાળી કરી હતી. તે વખતે બંને આરોપીએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. પ્લાસ્ટિકના પાઈપથી વાંસાના ભાગે જેમ ફાવે તેમ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.