ધારીમાં લોહાણા સમાજની વાડી, રેલવે સ્ટેશન રોડ ખાતે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ૦૬/૧૧/૨૦૨૫ ને ગુરુવારે ચૂંટણી મતદાર યાદી સુધારણા (જીંઇ) કાર્યક્રમ અનુસંધાને મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, પ્રદેશમાંથી વિધાનસભાના જીંઇના પ્રભારી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહેશે. આ મિટિંગમાં સંગઠનના હોદ્દેદારો, બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર સંયોજકો, દરેક બુથના મ્ન્છ-૨, ચુંટાયેલા સિનિયર કાર્યકર્તાઓને હાજર રહેવા જણાવ્યું છે.