ધારીમાં એક વેપારીને બેઝબોલના ધોકાથી ફટકાર્યો હતો તેમજ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આદિલભાઈ કાદરભાઈ બોઘાણી (ઉ.વ.૨૯)એ અકરમભાઈ સંઘાર તથા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આરોપી વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી.જેનું મનદુઃખ રાખી બેઝબોલના ધોકા વડે તેમને તથા તેમના ભાઈ, તેમની પુત્રીને આડેધડ મુંઢમાર મારીને ગાળો બોલી હતી તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જોરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.