ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ફાટેલા હોઠ, ચહેરાની ખોડ અને ફાટેલા તાળવા તેમ જ હોઠ જે લોકોને જન્મજાત ન હોય તેવા બાળકો-દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તેમજ પ્લાસ્ટિક સર્જરી કરવાના કેમ્પનું આયોજન ધારી ખાતે રાખવામાં આવેલું હતું. આ મેડિકલ કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત ડો. રિષભ શાહ, ડો. જયભાઈ અને હરીશભાઈ જાધવની ટીમે આ કેમ્પમાં ભાગ લેનાર દરેક દર્દીઓની તપાસ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું. બજરંગ ગ્રુપ દ્વારા જણાવવામાં આવેલ કે આ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન પણ આ ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટ્ટણી, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, ભરતભાઈ મકવાણા, જિગ્નેશપુરી ગોસ્વામી, જયેશભાઇ નાંઢા, અને બજરંગ ગ્રુપના પાયાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.