ધારી બજરંગ ગૃપ દ્વારા આયોજીત બજરંગ ગૃપ કા રાજા ગણપતિ ઉત્સવમાં વાકુની ધારના લઘુ મહંત પરમ પુજ્ય સંત કરુણાનિધાન બાપુના મુખેથી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ધારીના ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો. આ તકે ઉપસ્થિત બજરંગ ગૃપના મયુરભાઈ જોશી, દિનેશભાઈ લુણાગરીયા, કાનાભાઇ ભરવાડ, ભરતભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, જીગ્નેશ બાબા, અશોકભાઈ પટ્ટણી, પાર્થભાઈ પટ્ટણી, ઉમેશભાઈ ધાધલ, વિજયભાઈ દવે, કનુભાઈ ધકાણ, લાલો લંકેશ અને બજરંગ ગૃપના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.