વર્તમાન સમયમાં ગેમ રમવાથી લઈને ભણવા સુધી બાળકો વારંવાર ફોન તરફ દોડે છે. માતાપિતા પણ બાળકોને ફોનથી દૂર રાખવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. અંતે મા-બાપ પણ બાળકોની જીદ સામે હાર માનીને તેમને ફોન આપવા તૈયાર થઇ જાય છે. બાળકોના સારા વિકાસ માટે તેમને ખેલ-કૂદ જેવી ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરુરી હોય છે.
જો કે, આજકાલ મોટાભાગના બાળકોને ફોનના લતનો શિકાર હોય છે. જેનાથી બાળકોની ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ પર ખરાબ અસર કરે છે. ધારીમાં એક પિતાએ તેના પુત્રને મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતાં ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ધારી નવી વસાહતમાં રહેતા એક પુત્રને તેના પિતાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતાં પોતાની મેળે ઘરે પંખા સાથે કમર પટ્ટો બાંધી ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.