ધારી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને બદનામ કરવાની ધમકી આપી નરાધમે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પીડિતાએ અશોકભાઈ મનુભાઈ પાટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમને બદનામ કરવાની ધમકી આપી હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. દવે વધુ તપાસ કરી રહ્યા છે.