ધારીમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ જતા સારૂં નહી લાગતા ધમકી આપતા ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમપરામાં રહેતા પ્રતિભાબેન દેવમુરારીએ ધવલ નિમાવત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમના તથા તેમના પતિ વચ્ચે અણબનાવ હોય, જે બાબતે સમાધાન થઇ જતા આ શખ્સને સારૂ નહીં લાગતા તેણે તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી કોઇને કહેશે તો તેમને તથા તેમના પતિ તથા પુત્ર અને મમ્મીને મારી નાખવાની ધમકી આપી હતી. પ્રતિભાબેનની ફરિયાદના આધારે ધારી પોલીસે ધવલ નિમાવત વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. અના. હેડ કોન્સ. વી.વી. ડાભીએ આગળની તપાસ હાથ ધરી છે.