આજે દિવાળી હોવાથી ધારી શહેરમાં દીવાળીની પૂર્વ સંધ્યાએ બજારોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. લોકો દિવાળીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને લોકોએ ઘરને સુશોભિત કરવા માટે દીવડાઓ, તોરણ, રંગબેરંગી લાઈટોની ધૂમ ખરીદી કરી હતી. ધનતેરસના દિવસે સોની બજારમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જાવા મળી હતી. ધારી શહેરમાં લોકોએ કપડા, ફુટવેર સહિતની ધૂમ ખરીદી કરી હતી. આમ, ધારી શહેરમાં લોકોએ દિવાળીની ઉજવણી કરવા માટે મન મૂકીને ખરીદી કરી હતી. ભારે ભીડ વચ્ચે પોલીસે લોકોના જાનમાલની રક્ષા માટે ખડેપગે ફરજ બજાવી હતી.









































