આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા
અમરેલી, તા.રપ
અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન મુજબ બી.આર.સી. ભવન દ્વારા ધારીમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ધોરાજીયા, ઇલાબેન ધીરુભાઈ માયાણી, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન બકરાણીયા, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો સહિતના આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.