ધારીમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાને તસ્કરો ચેલેન્જ આપતા હોય તેમ એક જ રાતમાં ચાર દુકાનોને નિશાન બનાવી હતી. બનાવ અંગે નીલેશભાઈ કાન્તીલાલ વિઠલાણીએ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની નિલેશ બુક સ્ટોર નામની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે અપપ્રવેશ કરી ગલ્લામાંથી આશરે રૂ.૨૫,૦૦૦ રોકડા ચોરી કર્યા હતા. તેમની બાજુમાં આવેલી દિપકભાઇ દેવરાજભાઇ વાઘેલાની શ્યામ એગ્રો એજન્સી નામની દુકાનમાં શટરે મારેલ તાળુ કોઇ ચોર ઇસમે તોડી અંદર સેકશનનું તાળુ તોડી નાખી ગલ્લામાંથી રૂ.૩૦૦૦ ચોરી કર્યા હતા. ઉપરાંત ધર્મેન્દ્રભાઇ ગોવિંદભાઇ કાલાણીની કાલાણી ટ્રેડર્સ નામની દુકાનના ગલ્લામાંથી રૂ.૫૦૦ મળી કુલ રૂ. ૨૮,૫૦૦ ની ચોરી કરી હતી. તેમજ રોહિતભાઇ દિલીપચંદભાઇ શેઠની ચામુંડા સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચોરી કરવાની કોશીષ કરી હતી.