મૂળ ધારીના અને હાલ સુરતમાં રહેતા એક પુરુષ તેમના મકાનની સાફ સફાઈ કરતા હતા ત્યારે ઘરની બાજુમાં રહેતા બે લોકોએ આવીને તમે કચરો મારી જગ્યામાં કેમ નાંખો છો કહી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.
બનાવ અંગે સુરતના વરાછામાં રહેતા મૂળ ધારીના રસીકભાઈ ભાદાભાઈ ગજેરા (ઉ.વ.૫૯)એ ધારીના ભરતભાઇ દરબાર તથા ગોવિંદપુરના એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ધારી ખાતેના મકાને હાજર હતા અને સાફ-સફાઇ કરતા આરોપીઓ ત્યાં આવ્યા હતા. જેથી તેમણે કહ્યું કે, તમો આ તમારો કચરો જે મારી જગ્યામાં નાંખો છો અને તમારી જુની બિલ્ડીંગનો કાટમાળ તેની મેળે મારી જગ્યામાં પડે છે જેથી તેને સરખું કરાવો અને તમારી ગટર સાફ કરાવો જેથી ગરટનું અને વરસાદનું પાણી મારી જગ્યામાં ન આવે તેમ કહેતા સારૂ નહી લાગતા ગાળો આપી ગાલ ઉપર એક ઝાપટ મારી ઢીકાપાટુથી મુંઢમાર માર્યો હતો તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.