ધારીમાં બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કાર્યો નિયમિત થઇ રહેલ છે. આજે બજરંગ ગ્રુપ સાથે જોડાયેલા એડવોકેટ દુર્ગેશભાઈ ઢોલરીયા અને તેમના પરિવાર દ્વારા એમાં પણ ખાસ કરીને ભાનુબેન ઢોલરીયા દ્વારા રાજીખુશીથી સ્વૈચ્છિક દેહદાનનો સંકલ્પ લીધો હતો.
જીવનભર પોતાના સંતાનોને લોકોની સેવા કરવાના પાઠ ભણાવનાર ભાનુબેને પોતાના અવસાન બાદ દેહનું પણ દાન કરવાની તૈયારી બતાવી હતી. આ માટે એકાદ મહિના પહેલા તેમણે જાહેરાત કરી હતી. ‘જેનો જન્મ છે એનું અવસાન પણ છે જ’ આ હકીકતને સ્વીકારી એક દિવસે જ્યારે આ દેહ અને જીવનો સથવારો તૂટી જાય તે બાદ પોતાના પાર્થિવ દેહનું દાન આજે કરેલ છે. આ તકે તેમના દીકરા, દીકરી, જમાઈ અને પૌત્રની સાથોસાથ ગ્રુપનાં પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, સિનિયર પત્રકાર જિગ્નેશગીરી ગોસાઈ, શિક્ષક ગમારાભાઇ, વિનુભાઈ બાણગંગાવાળા, ભરતભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલ્પને સહુએ બિરદાવ્યો હતો.







































