ધારીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી થવાની હોય તે સંદર્ભે ધારી પી.એસ.આઇ. દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.કે. શેખ ઉપÂસ્થત રહ્યા હતા. તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા, શાંતિલાલ પરમાર, હિંમતભાઈ ખેતરીયા, વિશાલભાઈ મકવાણા, સાગરભાઇ દાફડા, ચીમનભાઈ પરમાર, આશિષભાઈ ખાણીયા તેમજ પત્રકાર સંજય વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.