અમરેલી જિલ્લામાં ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ ધારી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ધારીના વેકરિયાપરામાં અનુસૂચિત સમાજની વાડી માટે સાંસદ ભરતભાઈ સુતરીયાએ ૨૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ સ્થળે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પ્રથમ દલિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું કે, વિવિધ જ્ઞાતિના લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે કહ્યું કે સમાજ માટે વાડી-હોલની જરૂરિયાત ધ્યાને લઈને તેમણે આ ગ્રાન્ટની જાહેરાત કરી છે.