ધારી શહેરના જુના સિનેમા રોડ ઉપર આજે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં ટોરસ ટ્રકના બેદરકાર ચાલકે રોડની સાઈડમાં આરામ કરતા આખલાના પગ પર વાહનનું વ્હીલ ચડાવી દીધું. આ ઘટનાને કારણે આખલાના પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ રવિભાઈ જયસ્વાલ અને તેમના મિત્રોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત આખલાને પ્રાથમિક સારવાર માટે લઇ ગયા હતા.  સ્થાનિક લોકોએ પણ આવાં બેદરકાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર પાસે માંગ કરી છે.