ધારીમાં રહેતા રફીકભાઇ સાબદાદભાઇ બ્લોચ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, યુનુસભાઇ સાબદાદભાઇ બ્લોચ (ઉ.વ.૫૩)ને કોઈ ઝેરી જંતુ કરડી જવાથી સારવાર અર્થે ખસેડ્‌યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત થયું હતું. મોરબીમાં રહેતા મનસુખભાઇ રૂગનાથભાઇ લાઠીયા (ઉ.વ.૬૦) એ હાલ ખાંભામાં રહેતા સ્નેહાબેન ઠાકોરભાઇ ભીલ (ઉ.વ.૩૦)ને માથાના દુઃખાવા(માઇગ્રેન)ની તકલીફ રહેતી હતી. જેની અલગ અલગ ડોકટર પાસેથી દવા ચાલુ હોવા છતાં કોઇ ફેર પડતો ન હોવાથી કંટાળી જઇ ઉંદર મારવાની ઝેરી દવા પી’ લીધી હતી. જેથી સારવારમાં ખસેડ્‌યા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું.