ધારીમાં એક મહિલા રિસામણે આવી હતી. આ સમયે તેનો પતિ તેને તેડવા આવ્યો હતો. જોકે સાળાએ તેની બહેનને નહીં મોકલતાં જમાઈને ગુસ્સો આવ્યો હતો અને તેણે ગાળો આપી સાળા તથા પુત્રને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે દિપકભાઈ ખીમજીભાઈ દાફડા (ઉ.વ.૩૦)એ કુબડા ગામે રહેતા બનેવી સાગરભાઈ ધીરૂભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેની બહેન રિસામણે આવી હતી. જમાઈ તેમને તેડવા આવ્યા હતા ત્યારે તેમણે તેની બહેનને તેની સાથે મોકલી નહોતી. જેથી તેમને તથા તેના પુત્રને જાનથી મારવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ કેશુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.










































