ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં બે દિવસ પહેલા કુહાડીથી હુમલો કરવાના બનાવને લઈને પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. ધારી પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચોની હાજરીમાં આરોપીના ઘરેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.