અમરેલી જિલ્લાના ધારીમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લાની વિશેષ બેઠક ૧૨ સપ્ટેમ્બરના રોજ વેકરીયા પરા, પટેલ વાડી ખાતે યોજવામાં આવેલ. તેમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય વિઠ્ઠલભાઈ દૂધાત્રા, પ્રદેશ મંત્રી ધીરૂભાઈ ધાખડા, પ્રદેશ સભ્ય મનસુખભાઈ પટોળીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ પ્રફુલભાઈ સેંજલીયા, વસંતભાઈ ભંડેરી, જિલ્લા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ઉપપ્રમુખ લાલજીભાઇ વસ્તરપરા તેમજ અશોકભાઈ હિરાણી, વિનુભાઈ દૂધાત, બબાભાઈ વરૂ હાજર રહેલ. આ ઉપરાંત અમરેલીના તમામ તાલુકા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો તેમજ કિસાન કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવી કારોબારીની રચનાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ દ્વારા અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે સર્વાનુમતે લાલજીભાઇ વેકરીયાની વરણી કરવામાં આવી હતી.