ધારીમાં રહેતા એક યુવકે તેની ભત્રીજી વિશે એલફેલ બોલવાની અને ગાળો આપવાની ના પાડી હતી. જેનો ખાર રાખી તેને મુંઢ માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે શૈલેષભાઈ ભીખુભાઈ વાઘાણી (ઉ.વ.૩૫)એ અશ્વિનભાઈ ધામેચા તથા લાલાભાઈ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેની ભત્રીજી વિશે એલફેલ બોલી ગાળો બોલતા હતા. જેથી તેમણે આમ ન કરવાનું કહેતા ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.