ધારીમાં રહેતી એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી નીકળી હતી. બનાવ અંગે પ્રેમજીભાઈ કરશનભાઈ ખેતરીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સગુણાબેન પ્રેમજીભાઈ ખેતરીયા (ઉ.વ.૧૯) અઠવાડિયા પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. તેની અનેક શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.